ગુજરાતના મારા
પ્રિય પ્રજાજનો,
સસ્નેહ....સાદર....નમસ્કાર
!
"સ્વર્ણિમ ગુજરાત
મહોત્સવ"ના ઈન્દ્રધનુષી
રંગોથી ગુજરાત
રંગાઇ રહ્યું હોવાની
અનુભૂતિ હું કરી
રહ્યો છું. ચોમેર
ઉત્સાહનું વાતાવરણ
છે.
આવી સ્વર્ણિયમ
પળોમાં "વાંચે
ગુજરાત" જેવું
એક પ્રેરક અભિયાન
ગુજરાતની પ્રજા
સમક્ષ મૂકતાં હું
ગૌરવ અનુભવું છું.
૮મી સદીમાં પૂ.
શ્રી હેમચંદ્રાચાર્ય
રચિત પુસ્તક "સિદ્ધહેમ
શબ્દાનુશાસન"ને
સિદ્ધરાજ જયસિંહે
હાથીની અંબાડી
પર સ્થાપિત કરી
ગ્રંથયાત્રા કાઢીને
જ્ઞાનની પ્રતિષ્ઠા
કરી હતી.
એ પરંપરાના અનુયાયી
તરીકે "ઘેર ઘેર
પુસ્તક" પહોંચે,
સહુ કોઇ વાંચે,
વિચારે અને વિકસે
એવો સંકલ્પ આ અભિયાન
દ્વારા સિદ્ધ કરવાનો
પુરુષાર્થ આદર્યો
છે. આ મહાન જ્ઞાનયજ્ઞમાં
ગુજરાતની પ્રજા
આહુતિ અર્પે અને
યુવામિત્રો સમયદાન
કરે એવી મારી સર્વેને
વિનમ્ર પ્રાર્થના
છે. ગુજરાતના ઘેર
ઘેર બાળકો વાંચતાં
થાય અને એમનું
જીવનઘડતર થાય એવી
શુભાકાંક્ષા છે.
ગુજરાતને ભવ્યદિવ્ય
બનાવવા ગુજરાતની
પ્રજા કટિબદ્ધ
છે. વિચારવૈભવ,
સંસ્કારિતા અને
જ્ઞાનના ઉચ્ચ શિખરે
ગુજરાતને લઇ જવાના
ભગીરથ કાર્યમાં
આપ સહુનો અપૂર્વ
સહયોગ પ્રાર્થું
છું
ધન્યવાદ....
આપ સહુનો,
નરેન્દ્રમોદી
|