લોગ ઇન એફએક્યુ સાઇટમૅપ કૉન્ટૅક્ટ હોમ
Language: Gujarati Change to English
Welcome Guest
Add Floating Book
Add Floating Book Friends
વાંચે ગુજરાત સમાચાર
મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
રાજ્યભરમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ની પ્રેરણાથી એક સાથે ૧૦૮ જેટલા સ્થળે મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
કાર્યક્રમ શુભારંભ તા. ૦૩/૦૭/૨૦૧૦ને શનીવાર સાંજે ૬:૦૦ કલાકે
• આયોજક : ગુજરાતી સાહિત્ય પરિષદ
• ઉદ્દઘાટક વક્તા : શ્રી ગુણવંત શાહ
• પુસ્તક : વાલ્મિકી રામાયણ
રાજ્યભરમાં તરતા પુસ્તકની મહાઝુંબેશ : તા. ૧૨મી જુલાઇ થી તા. ૩૦મી જુલાઇ.
નવસારી જિલ્લા સિમિત દ્વારા:
• ૧૦૦૦ વ્યિક્તઓ દ્વારા ૫૦૦૦ જેટલા પુસ્તકો તરતાં મૂકાશે. સાથે સમયદાનના કાર્યકર્તાઓ દ્વારા વાંચે ગુજરાતના કાર્યનો પણ પ્રારંભ થશે.
• આ કાર્યક્રમમાં માનનીય શિક્ષણમંત્રી શ્રી રમણભાઇ વોરા, માનનીય મંત્રીશ્રી મંગુભાઇ પટેલ અને સાહિત્ય પરિષદ ના પ્રમુખ શ્રી ભગવતીકુમાર શર્મા ઉપિસ્થત રહેશે.
• તા. ૦૯/૦૭/૨૦૧૦ શુક્રવાર - સમય સાંજે ૫:૩૦ કલાકે, ટાટા હોલ, નવસારી.
read more
પુસ્તક જેમણે એમને મહાન બનાવ્યા
ડો. એ.પી.જે. અબ્દુલ કલામના વિચારોને ઘડનારા પુસ્તકો
ભારતના અત્યંત લોકપ્રિય ભૂતપુર્વ રાષ્ટ્રપિત ડો. એ.પી.જે. અબ્દુલ કલામને વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો કે તમારા વિચારોને ઘડનારા પુસ્તકો ક્યા? ડો. કલામ સાહેબે એમના પુસ્તક પ્રજવલિત માનસમાં એમના વિચારોને ઘડનારા ચાર પુસ્તકોનો ઉલ્લેખ કર્યો છે.

ચાર પુસ્તકો મારા દિલથી ખૂબ નજીક રહ્યાં છે. હું તેને વાંચીને માણું છું. પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા તેમ જ દાર્શનિકમાં પરિવર્તિત થયેલા. ડો. એલેક્સિસ કેરલે લખેલા "મેન ધ અનનોન" (Man the Unknown) પુસ્તકમાં કોઇ પણ બીમારીમાં મન અને શરીર બન્નેની સાથે સાથે સારવાર કેવી રીતે કરવી જોઇએ, કારણ કે તે બન્ને એકબીજા સાથે જોડાયેલાં છે, તે બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તમે એકની સારવાર કરતાં બીજાની ઉપેક્ષા ન કરી શકો. ખાસ કરીને જે બાળકો ડોક્ટર બનવા ઇચ્છે છે તેમણે આ પુસ્તક વાંચવું જ જોઇએ. તેઓ એ વાંચીને સમજી શકશે કે માનવશરીર એ યાંત્રિક પ્રણાલી નથી : પરંતુ એક સૌથી વધુ જટિલ અને સંવેદનશીલ પ્રતિપોષણ પ્રણાલીયુક્ત ચેતન તંત્ર છે. બીજું પુસ્તક, જેના માટે મારા મનમાં અગાઘ શ્રદ્ધા છે તે તિરુવલ્લુવરનું "તિરુક્કુલ" જે જીવનની ઉત્કૃષ્ટ આચારસંહિતા પૂરી પાડે છે. ત્રીજું પુસ્તક છે, લિલિયન આઇશલર વોટ્સનનું લખેલું : "લાઇટ્સ ફ્રોમ મેની લેમ્પ્સ" (Lights from Many Lamps) જેણે મારા પર સારો પ્રભાવ પાડ્યો છે. તેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે આપણે કેવી રીતે જીવીએ છીએ. છેલ્લાં પચાસ વર્ષોથી આ પુસ્તક મને અમૂલ્ય માર્ગદર્શન આપી રહ્યું છે અને પવિત્ર કુરાન તો ખરેખર મારો સતત સાથીદાર છે જ.

ગાંધીજીને રાહ ચીંધનાર પુસ્તક
ગાંધીજીએ એમની આત્મકથા "સત્યના પ્રયોગો" માં જેને વિષે એક પ્રકરણ લખ્યું છે અને જેનું શીર્ષક એમણે "એક પુસ્તકની જાદૂઇ અસર" આપ્યું તે પુસ્તક છે રસ્કિનનું "અન ટુ ધી લાસ્ટ".

આ પુસ્તક ગાંધીજીના અંગ્રેજ મિત્ર મી. પોલાકે ગાંધીજી જ્યારે નાતાલ માટે જતા હતા ત્યારે ટ્રેનની મુસાફરી દરમ્યાન વાંચવા આપ્યું હતું. ગાંધીજી લખે છે આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો, તેણે મને પકડી લીધો. ડરબન પહોંચ્યા પછી ગાંધીજી આખી રાત ઊંઘી ન શક્યા, એટલી તીવ્ર પુસ્તકની અસર હતી.

ગાંધીજી ખૂબ મોટા વાચક નહોતા પણ એઓ લખે છે જે થોડા પુસ્તકો વાંચ્યા છે તેને હું ઠીક પચાવી શક્યો છું એમ કહી શકાય, એવાં પુસ્તકોમાં જેણે મારી જીંદગીમાં તત્કાળ મહત્ત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો એવું તો આ (અન ટુ ધી લાસ્ટ) પુસ્તક જ કહેવાય.

ગાંધીજીએ એમની માન્યતાઓનું સ્પષ્ટ પ્રતિબિંબ આ પુસ્તકમાં જોયું ને તેથી એ પુસ્તક એમને રાહ ચીંધનારું બની રહ્યું. આ પુસ્તકનો એમણે સર્વોદયના નામે અનુવાદ પણ કરેલો.
સર્વોદયના ત્રણ સિધ્ધાંતો એમણે પુસ્તકમાંથી તારવ્યા.
બધાના ભલામાં આપણું ભલું રહેલું છે.
આજીવિકાના હક બધાને એક સરખો છે.
સાદું મજૂરીનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન છે.
પુસ્તકની સર્વોદયની એમના પર થયેલી અસર ગાંધીજી એમના બીજા અંગ્રેજ મિત્ર મી. વેસ્ટને બીજી જ સવારે કહી સંભળાવે છે. પુસ્તક વાંચ્યા બાદ વિચારેલા આયોજનો એમને કહે છે, અને ખૂબ ટૂંકા સમયમાં ફિનિક્સ આશ્રમની સ્થાપના કરે છે. પુસ્તકની આવી જાદૂઇ અસર થતી હોય છે.