લોગ ઇન એફએક્યુ સાઇટમૅપ કૉન્ટૅક્ટ હોમ
Language: Gujarati Change to English
Welcome Guest
Add Floating Book
Add Floating Book Friends
વાંચે ગુજરાત સમાચાર
મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
રાજ્યભરમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ની પ્રેરણાથી એક સાથે ૧૦૮ જેટલા સ્થળે મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
કાર્યક્રમ શુભારંભ તા. ૦૩/૦૭/૨૦૧૦ને શનીવાર સાંજે ૬:૦૦ કલાકે
• આયોજક : ગુજરાતી સાહિત્ય પરિષદ
• ઉદ્દઘાટક વક્તા : શ્રી ગુણવંત શાહ
• પુસ્તક : વાલ્મિકી રામાયણ
રાજ્યભરમાં તરતા પુસ્તકની મહાઝુંબેશ : તા. ૧૨મી જુલાઇ થી તા. ૩૦મી જુલાઇ.
નવસારી જિલ્લા સિમિત દ્વારા:
• ૧૦૦૦ વ્યિક્તઓ દ્વારા ૫૦૦૦ જેટલા પુસ્તકો તરતાં મૂકાશે. સાથે સમયદાનના કાર્યકર્તાઓ દ્વારા વાંચે ગુજરાતના કાર્યનો પણ પ્રારંભ થશે.
• આ કાર્યક્રમમાં માનનીય શિક્ષણમંત્રી શ્રી રમણભાઇ વોરા, માનનીય મંત્રીશ્રી મંગુભાઇ પટેલ અને સાહિત્ય પરિષદ ના પ્રમુખ શ્રી ભગવતીકુમાર શર્મા ઉપિસ્થત રહેશે.
• તા. ૦૯/૦૭/૨૦૧૦ શુક્રવાર - સમય સાંજે ૫:૩૦ કલાકે, ટાટા હોલ, નવસારી.
read more
વિચાર વાચન શિબિર
વિદ્યાર્થીઓ માટે
વિચાર-વાચન, જીવન ધ્યેય નિર્ધારણા અને રોલ મોડેલની પસંદગી માટે એક દિવસીય વિચાર વાંચન શિબિરોનું આયોજન.
રાજયભરમાં ૨,૫૦,૦૦૦ લાખ બાળકોને વિચાર વાંચન (શિબરમાં તાલીમ આપવામાં આવશે.
એ માટે રાજયભરમાં ૨૦૦૦ થી ૨૫૦૦ શિબિરોનું આયોજન.
દરેક શિબિરમાં ૧૦૦ થી ૧૨૫ વિદ્યાર્થીઓ રહેશે.
શિબિર ૨૦૧૦માં શાળા ખુલ્યા બાદ જુન-જુલાઇ દરમ્યાન યોજાશે.
આ રીતે ૨.૫૦ લાખ વિદ્યાર્થીઓને વાચન - વિચારની તાલીમ અને પે્રરણા આપવામાં આવશે અને સ્પર્ધા અંગે માહિતગાર કરવામાં આવશે.
માર્ગદર્શક શિક્ષકો માટે (ગ્રંથસારથિ)
દરેક તાલુકાના માર્ગદર્શક શિક્ષકો માટે, તાલુકા દીઠ એક શિબિર થશે. જેથી કુલ ૫૦૦ જેટલી શિબિરોમાં આશરે ૫૦,૦૦૦ જેટલા શિક્ષકોને પ્રિશક્ષણ આપવામાં આવશે.
કાર્યસૂચિ - વિદ્યાર્થીઓ માટે
સમય : સવારે ૯.૦૦ થી સાંજે ૪.૦૦ સમય (મિનિટ)
રજીસ્ટ્રેશન / નોંધણી : ૧૫
પ્રાર્થના
સ્વાગત અને પ્રાસંગિક પ્રવચન
"ચાલો વાંચતા થઇએ"
પુસ્તક વાચન શા માટે ૨૦
પુસ્તકોની દુનિયામાં ડોકિયું ૩૦
રીસેસ ૧૦
"ચાલો વિચારતા થઇએ"
વિચાર કરતાં શીખો-વિચાર વ્યાયામ ૪૦
પુસ્તક પ્રદર્શન (પુસ્તકો જોવા અને એક ઝલક વાંચવા માટે સમય આપવો) ૫૫
રીસેસ ૧૨.૦૦ થી ૧૨.૪૫
ચાલો જીવન બદલીએ
શ્રેષ્ઠ વાચક સ્પર્ધા અંગે માહિતિ ૪૫
જીવનધ્યેય શા માટે અને કેવી રીતે? ૨૦
રીસેસ ૧૦
૧૦ બાળકો પાસે અપેક્ષા, શું કરવાનું છે તે ફરીથી યાદ કરાવવું ૧૫
૧૧ પુસ્તકો ક્યાંથી મેળવવા, કેવી રીતે મેળવવા ૧૫
૧૨ પ્રશ્નોત્તરી ૪૫
૧૩ પ્રતિભાવ બાળકોના ૧૫
૧૪ વાચનવ્રત ૧૦
૧૫ સમાપન-પ્રમાણપત્ર વિતરણ-રાષ્ટ્રગીત ૧૫
શિબિરની સંભિવત તારીખો
૨૫મી જુનથી ૧૦મી જુલાઇ
બાળકો પાસે અપેક્ષા (વિચાર-વાચન શિબિર બાદ)
શિબિરને અંતે ઓછામાં ઓછા ૧૦ પુસ્તકો વિષે જાણે અને વાંચવાની ઉત્કંઠા રાખે.
શ્રેષ્ઠ વાચક સ્પર્ધામાં ભાગ લેવા કટીબધ્ધ બને, અને પોતે ઓછામાં ઓછા કેટલા પુસ્તકો વાંચશે એ અંગે સંકલ્પ જાહેર કરે.
શ્વાચન પ્રેરણા અને જીવનધ્યેયલક્ષી અન્ય સ્પર્ધાઓ )વકતૃત્વ, નિબંધ, ચિત્ર અને સુવિચાર વાચન( પૈકી ઓછામાં ઓછી કોઇપણ એક અને શક્ય હોય તો તમામ ચારેચાર સ્પર્ધામાં ભાગ લેવા કટીબધ્ધ બને.
જીવનધ્યેય વિષે વિચારતો થાય અને આનુસંગિક વાચન કરવા પ્રેરાય.
ઓછામાં ઓછું એક વાચનવ્રત લે.
વિચાર કરવાની ગંભીરતાને સમજે.
બીજા દસ મિત્રોને વાંચનની પ્રેરણા આપે.
ઓછામાં ઓછા "દસ" મિત્રોને શ્રેષ્ઠ વાચક સ્પર્ધામાં ભાગ લેવા સમજાવશે, એવો સંકલ્પ કરે.
બીજી શિબિરમાં ફરીથી હાજરી આપે.
શિબિરની બેઠક વ્યવસ્થા ગોળાકારમાં રાખવી જેથી દરેક બાળક એકબીજાને જોઇ શકે.
કોઇપણ સંજોગોમાં શિબિરાર્થીની સંખ્યા ૧૨૫ થી વધારે રાખવી નહી.
પ્રાથમિક અને માધ્યમિકના બાળકોની શિબિરો અલગ થશે.
દરેક શાળાના ઓછામાં ઓછા ૧૦% વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે એ રીતે શિબિરોનું આયોજન થશે.
પુસ્તક પ્રદર્શનમાં ઓછામાં ઓછા ૨૫૦-૫૦૦ પુસ્તકો રાખવામાં આવશે.
કોઇ હોમવર્ક આપવામાં આવશે નહી.