લોગ ઇન એફએક્યુ સાઇટમૅપ કૉન્ટૅક્ટ હોમ
Language: Gujarati Change to English
Welcome Guest
Add Floating Book Friends
Add Floating Book
વાંચે ગુજરાત સમાચાર
મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
રાજ્યભરમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ની પ્રેરણાથી એક સાથે ૧૦૮ જેટલા સ્થળે મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
કાર્યક્રમ શુભારંભ તા. ૦૩/૦૭/૨૦૧૦ને શનીવાર સાંજે ૬:૦૦ કલાકે
• આયોજક : ગુજરાતી સાહિત્ય પરિષદ
• ઉદ્દઘાટક વક્તા : શ્રી ગુણવંત શાહ
• પુસ્તક : વાલ્મિકી રામાયણ
રાજ્યભરમાં તરતા પુસ્તકની મહાઝુંબેશ : તા. ૧૨મી જુલાઇ થી તા. ૩૦મી જુલાઇ.
નવસારી જિલ્લા સિમિત દ્વારા:
• ૧૦૦૦ વ્યિક્તઓ દ્વારા ૫૦૦૦ જેટલા પુસ્તકો તરતાં મૂકાશે. સાથે સમયદાનના કાર્યકર્તાઓ દ્વારા વાંચે ગુજરાતના કાર્યનો પણ પ્રારંભ થશે.
• આ કાર્યક્રમમાં માનનીય શિક્ષણમંત્રી શ્રી રમણભાઇ વોરા, માનનીય મંત્રીશ્રી મંગુભાઇ પટેલ અને સાહિત્ય પરિષદ ના પ્રમુખ શ્રી ભગવતીકુમાર શર્મા ઉપિસ્થત રહેશે.
• તા. ૦૯/૦૭/૨૦૧૦ શુક્રવાર - સમય સાંજે ૫:૩૦ કલાકે, ટાટા હોલ, નવસારી.
read more
Best Reading Competition College Students
કોલેજના વિદ્યાર્થીઓ માટેનું શ્ર્રેષ્ઠ વાચક સ્પર્ધાનું માળખું અને નિયમો મહદઅંશે શાળાઓ પ્રમાણે જ રહેશે. પરંતુ એમા આનુસંગિક સ્પર્ધાઓ યોજાશે નહી તેમજ નીચે મુજબના ફેરફાર રહેશે.
વાચક સ્પર્ધા ત્રણ સ્તરે યોજાશે
કોલેજ સ્તરે
યુનીવર્સીટી સ્તરે
રાજ્ય સ્તરે
વાચક સ્પર્ધાનું સ્વરૂપ અને માહિતિ
મૂલ્યાંકન પધ્ધતિ
શાળાઓના વિભાગમાં જણાવ્યા પ્રમાણે જ રહેશે.
શ્રેષ્ઠ વાચક સ્પર્ધા
સ્પર્ધા ત્રણરાઉન્ડ માં થશે
પ્રથમ રાઉન્ડ:
શ્રેષ્ઠ વાચકની પસંદગી અને મૂલ્યાંકન માટે નવેમ્બર માસમાં ( દિવાળી વેકેશન બાદ) કોલેજ સ્તરે પ્રથમ રાઉન્ડની સ્પર્ધા નું આયોજન.
પ્રથમ કવોલીફાઇંગ રાઉન્ડમાં વિદ્યાર્થીએ પુસ્તક વાંચ્યું છે કે નહીં તેની ચકાસણી કરવા તેમજ એની ગ્રહણશક્તિનું મૂલ્યાંકન કરવા નિર્ણાયકો દ્વારા મૂલ્યાંકન.
દરેક વર્ગ દીઠ, પ્રથમ રાઉન્ડમાં આશરે ૧૦% વિધાર્થીઓને બીજા રાઉન્ડ માટે પસંદ કરવામાં આવશે.
પ્રથમ રાઉન્ડની સ્પર્ધા માટે દર ૨૫ વિધાર્થીઓનો એક બેચ રહેશે, અને દર ૨૫ વિધાર્થી દીઠ એક નિર્ણાયક રહેશે.
ભાગ લેનાર સ્પર્ધકો, કોલેજમાં ગ્રંથયાત્રા સ્વરૂપે શહેરમાં / ગામમાં ફરશે.
બીજો રાઉન્ડ :
પ્રથમ રાઉન્ડમાં દરેક વર્ગદીઠ અંદાજીત ૧૦ % વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવશે.
બીજા રાઉન્ડની સ્પર્ધા ડીસેમ્બર ૨૦૧૦ દરમ્યાન થશે.
બીજા રાઉન્ડની સ્પર્ધા માટે પણ ૨૫ વિદ્યાર્થીઓનો બેચ રહેશે અને દરેક બેચ દીઠ બે નિર્ણાયકો રહેશે.
બીજા રાઉન્ડમાં ફાઇનલ રાઉન્ડ માટે ૨૫ થી વધારે નહી એટલા વિદ્યાર્થીઓ દરેક કોલેજ દીઠ પસંદ કરવામાં આવશે.
ફાઇનલ રાઉન્ડ :
અંતિમ રાઉન્ડ માટે સમગ્ર કોલેજમાંથી આશરે ૨૫ વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવશે.
અંતિમ રાઉન્ડમાં ત્રણ નિર્ણાયકો રહેશે.
અંતિમ રાઉન્ડના સ્પધકોનું નિર્ણાયકોને યોગ્ય લાગે તે રીતે મૂલ્યાંકન કરશે.
આ સાથે સ્પર્ધા ઉપરાંત વિચારમેળો, મહાનુભવો જોડે વિચારગોષ્ઠિ, પુસ્તક પ્રદર્શન તેમજ અન્ય આકર્ષક કાર્યક્રમો પણ યોજાશે.
અંતિમ રાઉન્ડ જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૧૧ અથવા યુનીવર્સીટીના સમયપત્રક પ્રમાણે યોજાશે.
પચ્ચીસ થી વધારે પુસ્તકો વાંચનાર વિદ્યાર્થીઓ માટે ખાસ ઇનામો :
પહેલા રાઉન્ડની સ્પર્ધામાંથી મુકિત તેઓ સીધા જ બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવશે.
કોલેજમાં સૌથી વધુ પુસ્તક વાચનાર વિદ્યાર્થી સમગ્ર ગંથયાત્રાનું નેતૃત્વ કરશે.
સ્પર્ધાના ઉદ્ઘાટક / અતિથિ વિશેષ જોડે ખાસ મુલાકાત અને પ્રશ્નોત્તરી.
આ વિદ્યાર્થીઓનાં માતા-પિતા ગ્રંથયાત્રાનું સ્વાગત કરશે.
આ વિદ્યાર્થીઓ માટે બે કલાકની વિચારગોષ્ઠિ જેમાં પ્રસિધ્ધ વૈજ્ઞાનિક, સાહિત્યકાર, કેળવણીકાર, ઉદ્યોગપતિ, તેમજ અન્ય ક્ષેત્રોમાં સફળ એવી કુલ ૫ પ્રસિધ્ધ વ્યિકતઓ જોડે રૂબરૂ ચર્ચા-વિચારણા મુલાકાત.
શક્ય હોય તો આ વિદ્યાર્થીઓની એક બેઠક પત્રકારો સાથે પણ ગોઠવવામાં આવશે.
યુનીવર્સીટી કક્ષાની સ્પર્ધા
દરેક કોલેજમાંથી પ્રથમ પાંચ વિદ્યાર્થીઓ યુનીવર્સીટી કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.
યુનીવર્સીટી કક્ષાએ કોલેજોની સંખ્યા અનુસાર સ્પર્ધા બે / ત્રણ રાઉન્ડમાં યોજાશે.
ફાઇનલ રાઉન્ડમાં ૨૫ વિદ્યાર્થીઓ પસંદ થશે, જે પૈકી વિજેતાઓ જાહેર થશે.
રાજ્ય કક્ષાની સ્પર્ધા
દરેક યુનીવર્સીટીમાંથી પ્રથમ દસ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.
રાજ્યકક્ષાની સ્પર્ધા બે રાઉન્ડમાં યોજાશે. પ્રથમ રાઉન્ડમાં ૩૩% વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવશે.
પ્રથમ રાઉન્ડમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓમાંથી અંતિમ અને ફાઇનલ રાઉન્ડની સ્પર્ધા યોજાશે જેમાંથી વિજેતા જાહેર થશે.
શ્રેષ્ઠ કોલેજ પુરસ્કાર
પુસ્તક અધ્યયન અનુશીલન પ્રોજેક્ટ અને શ્રેષ્ઠ વાચક સ્પર્ધા અંતર્ગત સંયુક્ત દેખાવને આધારે અપાશે :
રાજ્યકક્ષાએ નિર્ધારિત લઘુત્તમ ગુણાંક પ્રાપ્ત કરનાર તમામ કોલેજોઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. રાજ્યકક્ષાએ ક્રમાનુસાર પ્રથમ, દ્વિતીય એવા ઇનામો અપાશે નહી.
શ્રેષ્ઠ કોલેજની પસંદગી (પુસ્તક અધ્યયન અનુશીલન) + શ્રેષ્ઠ વાચક સ્પર્ધાના દેખાવ નીચે પ્રમાણે કરવામાં આવશે.
એ અંગેના માપદંડો માર્ગદર્શિકામાં જણાવવમાં આવશે.