લોગ ઇન એફએક્યુ સાઇટમૅપ કૉન્ટૅક્ટ હોમ
Language: Gujarati Change to English
Welcome Guest
Add Floating Book
Add Floating Book Friends
વાંચે ગુજરાત સમાચાર
મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
રાજ્યભરમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ની પ્રેરણાથી એક સાથે ૧૦૮ જેટલા સ્થળે મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
કાર્યક્રમ શુભારંભ તા. ૦૩/૦૭/૨૦૧૦ને શનીવાર સાંજે ૬:૦૦ કલાકે
• આયોજક : ગુજરાતી સાહિત્ય પરિષદ
• ઉદ્દઘાટક વક્તા : શ્રી ગુણવંત શાહ
• પુસ્તક : વાલ્મિકી રામાયણ
રાજ્યભરમાં તરતા પુસ્તકની મહાઝુંબેશ : તા. ૧૨મી જુલાઇ થી તા. ૩૦મી જુલાઇ.
નવસારી જિલ્લા સિમિત દ્વારા:
• ૧૦૦૦ વ્યિક્તઓ દ્વારા ૫૦૦૦ જેટલા પુસ્તકો તરતાં મૂકાશે. સાથે સમયદાનના કાર્યકર્તાઓ દ્વારા વાંચે ગુજરાતના કાર્યનો પણ પ્રારંભ થશે.
• આ કાર્યક્રમમાં માનનીય શિક્ષણમંત્રી શ્રી રમણભાઇ વોરા, માનનીય મંત્રીશ્રી મંગુભાઇ પટેલ અને સાહિત્ય પરિષદ ના પ્રમુખ શ્રી ભગવતીકુમાર શર્મા ઉપિસ્થત રહેશે.
• તા. ૦૯/૦૭/૨૦૧૦ શુક્રવાર - સમય સાંજે ૫:૩૦ કલાકે, ટાટા હોલ, નવસારી.
read more
વાંચન પ્રેરણા નોંધપોથી
વિદ્યાર્થીઓને સારા વાચન માટેની પ્રેરણાં થાય, તેમજ શા માટે વાંચવું જોઇએ અને સારા પુસ્તકોએ કેવી રીતે મહાપુરૂષોના જીવનમાં પિરવર્તન શક્ય બનાવ્યું છે, તેમજ પુસ્તકો માનવીના જીવન ઘડતરમાં અને સંસ્કાર ઘડતરમાં કેટલું મહત્વનું યોગદાન આપી શકે એ અંગે વિદ્યાર્થીઓ વિચારતા થાય અને મનોમંથન-વિચારશ્રમ કરે એ ખૂબ જ આવશ્યક છે.

એ માટે વાંચે ગુજરાત અભિયાનના પ્રથમ ચરણ તરીકે આપણાં માનનીય મુખ્યમંત્રીશ્રી એ દરેક શાળામાં / વર્ગમાં એક વાંચન પ્રેરણા નોંધપોથી-ડાયરી હોય એવી ઇચ્છા વ્યક્ત કરી છે.

દરેક શાળામાં / વર્ગમાં એક સરસ વાંચન પ્રેરણા નોંધપોથી-ડાયરી રાખવામાં આવશે.
શાળાનો દરેકે દરેક વિદ્યાર્થી આ નોંધપોથીમાં પુસ્તકો અને જીવનમાં વાચનની જરૂરિયાત અંગે પ્રેરક સુવિચારો અને મહાપુરૂષોના મંતવ્યો પોતાના હસ્તાક્ષરોમાં નોંધશે.
આ નોંધપોથી શાળાએ જાળવવાની રહેશે.
સારા વિચારો લખનાર બાળકોને ઉચિત પુરસ્કારો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
વર્ગ દીઠ પણ આવી નોંધપોથી બનશે અને શ્રેષ્ઠ નોંધપોથી જાહેર કરી, વર્ગદીઠ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા.
શાળાના શિક્ષકો પણ આ નોંધપોથીમાં પોતાની નોંધ-વિચારો અને પ્રેરક વાતો લખશે.