લોગ ઇન એફએક્યુ સાઇટમૅપ કૉન્ટૅક્ટ હોમ
Language: Gujarati Change to English
Welcome Guest
Add Floating Book
Add Floating Book Friends
વાંચે ગુજરાત સમાચાર
મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
રાજ્યભરમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ની પ્રેરણાથી એક સાથે ૧૦૮ જેટલા સ્થળે મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
કાર્યક્રમ શુભારંભ તા. ૦૩/૦૭/૨૦૧૦ને શનીવાર સાંજે ૬:૦૦ કલાકે
• આયોજક : ગુજરાતી સાહિત્ય પરિષદ
• ઉદ્દઘાટક વક્તા : શ્રી ગુણવંત શાહ
• પુસ્તક : વાલ્મિકી રામાયણ
રાજ્યભરમાં તરતા પુસ્તકની મહાઝુંબેશ : તા. ૧૨મી જુલાઇ થી તા. ૩૦મી જુલાઇ.
નવસારી જિલ્લા સિમિત દ્વારા:
• ૧૦૦૦ વ્યિક્તઓ દ્વારા ૫૦૦૦ જેટલા પુસ્તકો તરતાં મૂકાશે. સાથે સમયદાનના કાર્યકર્તાઓ દ્વારા વાંચે ગુજરાતના કાર્યનો પણ પ્રારંભ થશે.
• આ કાર્યક્રમમાં માનનીય શિક્ષણમંત્રી શ્રી રમણભાઇ વોરા, માનનીય મંત્રીશ્રી મંગુભાઇ પટેલ અને સાહિત્ય પરિષદ ના પ્રમુખ શ્રી ભગવતીકુમાર શર્મા ઉપિસ્થત રહેશે.
• તા. ૦૯/૦૭/૨૦૧૦ શુક્રવાર - સમય સાંજે ૫:૩૦ કલાકે, ટાટા હોલ, નવસારી.
read more
"મને ગમતુ પુસ્તક"
વિદ્યાર્થીઓ માટે
આ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીએ પોતાને ગમતાં પુસ્તક પર વાર્તાલાપ આપવાનો છે. એ માટે એણે પુસ્તક વાંચેલું તો હોવું જ જોઇએ, પરંતુ સાથે સાથે એને ગમતું પણ હોવું જોઇએ.
આ વાર્તાલાપ માટે અઠવાડિયામાં એક પીરીયડ રાખવામાં આવશે. જે દરમ્યાન દરેક વર્ગના ઓછામાં ઓછા ૩ વિદ્યાર્થીઓ (દરેક પાંચ મિનિટ, કુલ ૧૫ મિનિટ) વાર્તાલાપ આપશે.
વાર્તાલાપની સમય મર્યાદા ૫ મિનિટની રહેશે. શિક્ષક ૫ મિનિટમાં અપાયેલ વાર્તાલાપની સમીક્ષા કરશે.
બાકીના સમયમાં પ્રશ્નોત્તરી થશે. પ્રશ્નોત્તરી માટે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ રીતે કરવાથી વર્ગના લગભગ દરેક બાળકને એકવાર પોતાને ગમતાં પુસ્તક પર વાર્તાલાપ આપવાની તક મળશે. અન્ય વિદ્યાર્થીઓને વાંચતા અને વાર્તાલાપ આપતા જોઇ, બીજા વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળશે.
શિક્ષકો બાળકોને વાર્તાલાપ આપવા માટે પ્રેરણા આપશે અને પુસ્તકની પસંદગી કરવામાં મદદ કરશે.
યાદ રાખો :
આ વક્તૃત્વ સ્પર્ધા નથી.
માટે વિદ્યાર્થી જોયા વગર મોઢે બોલે એવો આગ્રહ રાખવામાં આવશે નહી.
વિદ્યાર્થી જો વકતવ્ય ભૂલી જાય અથવા ભૂલી જવાનો ડર લાગે તો લખેલું ભાષણ સાથે રાખી શકશે. જેમાંથી મુદ્દા જોઇ શકાય. જોઇને બોલી શકાય.જોઇને બોલી શકાય.
મુખ્ય આશય વક્તૃત્વ કળા નહી, પરંતુ ગમતાં પુસ્તક વિષે અભિવ્યક્તિનો છે.
આ કાર્યક્રમ શાળામાં દરેક વર્ગમાં થશે, અને વર્ષ દરમ્યાન દરેક વિદ્યાર્થી વાર્તાલાપો આપશે.
મહિનામાં એકવાર સુંદર અને શ્રેષ્ઠ વાર્તાલાપ આપનાર વિદ્યાર્થીઓનો સમગ્ર શાળા સ્તરે વાર્તાલાપ થશે, જેથી શાળાના દરેક બાળકોને સારા વાર્તાલાપ વિષે જાણકારી, અનુભવ અને પ્રેરણા મળશે.
શિક્ષકો માટે
શાળાના શિક્ષકો પણ મહિનામાં એકવાર વારાફરતી ગમતાં પુસ્તક પર શિક્ષકખંડમાં વાર્તાલાપ આપશે જેમાં શ્રોતાઓ તમામ શિક્ષકો હશે.
આ વાર્તાલાપનો સમય ૧ કલાકનો રહેશે. ત્યારબાદ પ્રશ્નોત્તરી થશે.
વારાફરતી તમામ શિક્ષકો આ પ્રવૃત્તિમાં સામેલ થાય એ માટે આચાર્યે પ્રેરણા આપશે.
પુસ્તક ગમે તે હોય શકે છે, માત્ર ગમતું હોવું જોઇએ.
શિક્ષકો રસ પડે તો આ કાર્યક્રમ મહિનામાં એકથી વધારે વાર પણ યોજી શકશે.