 | આપના માર્ગદર્શન હેઠળ મૂકવામાં આવેલો દરેક વિદ્યાર્થી શ્રેષ્ઠ વાચક સ્પર્ધામાં ભાગ લે એવી પ્રેરણા આપો. |
 | આપના વિદ્યાર્થીઓ પાસે વધુને વધુ સંખ્યામાં પુસ્તકો વંચાવો અને એ માટે પ્રેરણા આપો, અને કોઇ કોઇવાર સાથે સાથે વાંચો. |
 | આપના વિદ્યાર્થીઓને યોગ્ય પુસ્તકોની પસંદગી કરવામાં મદદરૂપ બનો. |
 | એમને પુસ્તક ક્યાંથી મળશે એનું માર્ગદર્શન આપો અને પુસ્તકો મેળવી આપવામાં મદદરૂપ બનો. |
 | એમને શાળાની તેમજ ગામ / શહેરની જાહેર લાયબ્રેરીની મુલાકાતે વારંવાર લઇ જાવ. |
 | બાળકોને પુસ્તક પ્રદર્શનમાં જવાની પ્રેરણા આપો. |
 | કયા મહાપુરૂષોના જીવનમાં કયા પુસ્તકોએ પરિવર્તન આયું એ અંગેની વાતો કરો. |
 | આપના વિદ્યાર્થીઓ વિચાર-વાચન શિબિરમાં ભાગ લે એની પૂરેપૂરી ચોકસાઇ કરો અને શિબિરમાં આપ પણ જોડાઇ જાઓ. |
 | બાળકોને પુસ્તકમાં કંઇ ન સમજ પડે તો સમજાવો. |
 | ગામ / શહેરના કોઇ મોટા / સારા વાંચકો સાથે બાળકોની મુલાકાત ગોઠવો. એમની અંગત લાયબ્રેરી જો મોટી હોય તો તેની મુલાકાત ગોઠવો. |
 | મને ગમતું પુસ્તક વાર્તાલાપ માટે બાળકોને તૈયાર કરો એને મદદ, પ્રેરણા અને હૂંફ આપો. |
 | અભિયાન અંગે આપના બાળકો સાથે વિગતવાર ચર્ચા કરો અને દર પખવાડિયે એકવાર સભા રાખી સમીક્ષા કરો. |
 | આપના તમામ વિદ્યાર્થીઓ વાચન પ્રેરણા લક્ષી સ્પર્ધાઓ પૈકી ઓછામાં ઓછી એક સ્પર્ધામાં ભાગ લે એ માટે કટીબધ્ધ બનો. |
 | વિદ્યાર્થીઓને વાચન પ્રેરણા નોંધપોથીમાં લખવા સહાય કરો. |
 | આપ પણ વાચન પ્રેરણા નોંધપોથીમાં આપના વિચારો લખો. |
 | વિદ્યાર્થીઓને જીવનધ્યેય નોંધપોથી કેવી રીતે રાખવી તે સમજાવો અને સહાય કરો. |