લોગ ઇન એફએક્યુ સાઇટમૅપ કૉન્ટૅક્ટ હોમ
Language: Gujarati Change to English
Welcome Guest
Add Floating Book Friends
Add Floating Book
વાંચે ગુજરાત સમાચાર
મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
રાજ્યભરમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ની પ્રેરણાથી એક સાથે ૧૦૮ જેટલા સ્થળે મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
કાર્યક્રમ શુભારંભ તા. ૦૩/૦૭/૨૦૧૦ને શનીવાર સાંજે ૬:૦૦ કલાકે
• આયોજક : ગુજરાતી સાહિત્ય પરિષદ
• ઉદ્દઘાટક વક્તા : શ્રી ગુણવંત શાહ
• પુસ્તક : વાલ્મિકી રામાયણ
રાજ્યભરમાં તરતા પુસ્તકની મહાઝુંબેશ : તા. ૧૨મી જુલાઇ થી તા. ૩૦મી જુલાઇ.
નવસારી જિલ્લા સિમિત દ્વારા:
• ૧૦૦૦ વ્યિક્તઓ દ્વારા ૫૦૦૦ જેટલા પુસ્તકો તરતાં મૂકાશે. સાથે સમયદાનના કાર્યકર્તાઓ દ્વારા વાંચે ગુજરાતના કાર્યનો પણ પ્રારંભ થશે.
• આ કાર્યક્રમમાં માનનીય શિક્ષણમંત્રી શ્રી રમણભાઇ વોરા, માનનીય મંત્રીશ્રી મંગુભાઇ પટેલ અને સાહિત્ય પરિષદ ના પ્રમુખ શ્રી ભગવતીકુમાર શર્મા ઉપિસ્થત રહેશે.
• તા. ૦૯/૦૭/૨૦૧૦ શુક્રવાર - સમય સાંજે ૫:૩૦ કલાકે, ટાટા હોલ, નવસારી.
read more
વિદ્યાર્થીઓ
આજ સુધી ભલે આપે એક પણ પુસ્તક ન વાંચ્યું હોય, હવે વાંચવાની શરૂઆત કરો.
વાંચે ગુજરાત અભિયાન દરેક બાળક ખૂબ વાંચે અને શ્રેષ્ઠ વાચક સ્પર્ધામાં ભાગ લે એવી અપેક્ષા છે, એટલે આ સ્પર્ધામાં ભાગ લેવા આપ કટીબધ્ધ બનો.
તમારા મિત્રોને પણ આ સ્પર્ધામાં ભાગ લેવા સમજાવો અને પ્રેરણા આપો.
અભિયાન હેઠળ શું વાંચવું, જીવનધ્યેય શા માટે નક્કી કરવું જોઇએ, કેવી રીતે નક્કી કરવું જોઇએ, કેવી રીતે વિચારવું જોઇએ, સારાં પુસ્તકો કોને કહેવાય અને કેવી રીતે મેળવી શકાય એ માટે તમારી શાળામાં વિચાર વાચન શિબિરનું આયોજન થશે. આ શિબિરમાં જરૂરથી ભાગ લો.
અભિયાન દરમ્યાન કેટલા પુસ્તકો વાંચશો, તેનો સંકલ્પ કરો.
આપના ગામની / શહેરની જાહેર લાયબ્રેરીના સભ્ય બનો અને ત્યાંથી પુસ્તકો મેળવો.
ક્યા પુસ્તકો વાંચવા જોઇએ તે માટે તમારા ગ્રંથસારથિ (માર્ગદર્શક) શિક્ષક પાસે માર્ગદર્શન મેળવો.
તમારા માતા-પિતા, કુટુંબીજનો અને અન્ય શિક્ષકો પાસે પણ માર્ગદર્શન મેળવો.
વર્ષ દરમ્યાન આઇસ્ક્રીમ, ચોકલેટ, પેપ્સી, પતંગ કે ફટાકડાનો ખર્ચ થોડો ઓછો કરી એકાદ-બે પુસ્તકો ખરીદો.
પુસ્તકમેળા, પુસ્તક પ્રદર્શનની અવશ્ય મુલાકાત લો.
શાળાની પ્રેરણાસભામાં આવનાર મહાનુભવોની વાતો ધ્યાનથી સાંભળો અને આચરણમાં ઉતારો.
વાચન અભિયાન હેઠળ તમારે તમારા જીવનનું ધ્યેય નક્કી કરવાનું છે. તમારા જીવન ધ્યેય વિષે વિચારો, નક્કી કરો, લખો અને દિવસે દિવસે એમાં ઉત્ક્રાંતિ કરતાં રહો.
તમારો રોલ મોડેલ પણ પસંદ કરો.
અભિયાન સાથે સાથે યોજાનારી વાચન પ્રેરણા અને જીવનધ્યેયલક્ષી વક્તૃત્વ, નિબંધ, ચિત્રકલા અને સુવિચાર સ્પર્ધાઓમાં પણ ભાગ લો.
વેકેશન દરમ્યાન ખૂબ વાંચો.
જેમણે ઓછામાં ઓછા પાંચ પુસ્તકો વાંચ્યા હોય એમની જોડે જ મિત્રતા રાખવી.
આપ પણ શક્ય હોય તો એક પુસ્તક તરતું મૂકો.
શાળામાં અને ગામ / શહેરની લાયબ્રેરીમાં યોજાતા મને ગમતું પુસ્તક વાર્તાલાપમાં ભાગ લો.
તમારાં કુટુંબના સભ્યોને, મમ્મી-પપ્પાને પણ પુસ્તકો વાંચવા માટે સમજાવો.
શાળાની / વર્ગની વાચન પ્રેરણા નોંધપોથીમાં તમારા વિચારો લખો.
તમારી જીવનધ્યેય નોંધપોથી તૈયાર કરો અને તમારૂં જીવનધ્યેય લખો.