 | વાંચે ગુજરાત અભિયાનમાં ગુજરાતની તમામ શાળાઓ જોડાશે. |
 | અભિયાનની સંપૂર્ણપણે ઝીણવટભરી માહિતિ મેળવો અને શાળાના તમામ શિક્ષકોની સભા ભરી અભિયાન સમગ્ર વર્ષ દરમ્યાન કેવી રીતે ઉજવવું તેનું આયોજન કરો. |
 | અભિયાનની વિદ્યાર્થીઓને સમજ આપવા તમામ વિદ્યાર્થીઓની પણ એક સભા રાખો અને વારંવાર રાખો. |
 | અભિયાનમાં આપની શાળા શ્રેષ્ઠ દેખાવ કરે એનું વિગતવાર આયોજન થાય, આ અભિનવ દરમ્યાન નવા વિચારો સૂઝે અને એ પ્રમાણે અમલ થાય એ માટે દર મહિને શિક્ષકો સાથે સભા કારો અને વિદ્યાર્થીઓને પણ સામેલ કરો. |
 | આપની શાળામાં દર ૧૫૦ વિદ્યાર્થી દીઠ એક ગ્રંથસારિથ (માર્ગદર્શક) શિક્ષકની નિમણુંક કરો. |
 | શાળામાં વિદ્યાર્થીઓ માટે અને શિક્ષકો માટે મને ગમતું પુસ્તક વાર્તાલાપની શરૂઆત કરો. |
 | આપની શાળામાં તરતાં પુસ્તક પ્રોજેક્ટની શરૂઆત કરો. |
 | શાળાનો દરેકે દરેક વિદ્યાર્થી અભિયાનમાં જોડાય એવું વાતાવરણ તૈયાર કરો અને એ માટે પ્રેરણા આપો. |
 | શાળાની લાયબ્રેરીમાં બાળકોને પુસ્તકો વાંચવા આપો. |
 | શાળાની લાયબ્રેરીના પુસ્તકોનું અવાર નવાર પ્રદર્શન રાખો. |
 | આપની શાળામાં પૂરતાં પુસ્તકો ન હોય તો સક્ષમ વાલીઓ, શહેર / ગામના અગ્રણીઓ કે સેવાભાવી સંસ્થાઓની મદદથી દાન મેળવી નાના પુસ્તકાલયની શરૂઆત કરો. |
 | બાળકોને વાચન માટે પ્રેરણા આપી શકે એવા વિધ્વાન વક્તાઓની પ્રેરણા સભા રાખો. |
 | શાળાના દરેક બાળકને અભિયાનની અન્ય સ્પર્ધાઓ જેવી કે વાચન પ્રેરણાલક્ષી નિબંધ, વક્તૃત્વ, ચિત્રકલા અને સુવિચાર વાચન સ્પર્ધામાં ભાગ લેવા પ્રેરણા આપો. |
 | શાળામાં / વર્ગમાં વાચન પ્રેરણા નોંધપોથી રાખવાનું આયોજન કરો. |
 | શાળાના ઓછામાં ઓછા ૧૦% વિદ્યાર્થીઓ વિચાર-વાચન શિબિરમાં ભાગ લે એવું સફળતાપૂર્વક આયોજન કરો. |
 | ગ્રંથસારિથ શિક્ષકો પણ શિબિરમાં જોડાઇ એ આવશ્યક છે. |
 | શાળામાં વાંચે ગુજરાત અભિયાનના માહિતિપત્રો, પોસ્ટરો, બેનરો લગાવો અને અભિયાનનું વાતાવરણ તૈયાર કરો. |
 | અભિયાનના હેતુઓ સમજો અને વિદ્યાર્થીઓને સમજાવો. જેથી વિદ્યાર્થીઓ ખૂબ વાંચે, પોતાના જીવનનું ધ્યેય નક્કી કરે અને પોતાનો રોલ મોડેલ નક્કી કરે. |
 | અભિયાનના વિવિધ કાર્યક્રમો, પ્રેરણાસભા, વિચારમેળો, વિચારગોષ્ઠિ, ગ્રંથયાત્રા, ગ્રંથજાગૃતિ યાત્રા તેમજ અન્ય કાર્યક્રમોની માહિતિ માટે વેબસાઇટનો સતત અભ્યાસ કરતાં રહો. |
 | ચાલો આપણાં બાળકોને એકાંગી અને એકલક્ષી નહીં પરંતુ એમનો સર્વાંગી વિકાસ કરી એમને બહુમુખી પ્રતિભાશાળી બનાવીએ. |