 | શહેર / ગામની દરેક લાયબ્રેરીમાં મને ગમતું પુસ્તક વાર્તાલાપો શરૂ થાય એ માટે જરૂરી કાર્યવાહી કરો અને શરૂ કરો / કરાવો. |
 | આપના પુસ્તકપ્રેમી મિત્રોનું પુસ્તકપ્રેમી વૃંદ બનાવો અને મહિનામાં એક વાર મને ગમતું પુસ્તક વાર્તાલાપ રાખો. |
 | દરેક વ્યક્તિ ઓછામાં ઓછું ૧ પુસ્તક તરતું મૂકે, અને ૧૧ મિત્રો પાસે એ પુસ્તક વંચાવે. |
 | દરેક કુટુંબ લાયબ્રેરીનું સભ્ય બને. |
 | દરેક કુટુંબ પોતાના સંતાનને જાહેર લાયબ્રેરીના બાળ વિભાગનું સભ્ય બનાવે. |
 | અભિયાન દ્વારા દર મહિને દર વાંચવા જેવા પુસ્તકોની યાદી જાહેર કરવામાં આવશે. દરેક લોકો એ વાંચશે અને વેબસાઇટ પર એ અંગે મત આપશે. આમ દર મહિને સૌથી વધારે વંચાયેલ પુસ્તક જાહેર કરવામાં આવશે. |
 | આપના ગામમાં લાયબ્રેરી ન હોય તો તાત્કાલિક શરૂ કરો અને નિયત સમયમાં સ્થાપના કરો. |
 | શુભ પ્રસંગો જેવા કે લગ્ન, જન્મિદન વિગેરેમાં ભેટ સોગાદ તરીકે સારા પુસ્તકો આપવાનો / લેવાનો આગ્રહ રાખો. |
 | દીકરીને કન્યાદાનમાં ઓછામાં ઓછા ૧૦ સારા પુસ્તકો આપો. |
 | આપના સ્વજનના મૃત્યુ બાદ અથવા પુણ્યતિથિએ સારા પુસ્તકોનું દાન કરો અથવા અન્ય સંસ્થા સાથે લાયબ્રેરીને પણ દાન કરો. |
 | દિવાળી / નવા વર્ષની શુભેચ્છામાં કે અન્ય સ્પર્ધાઓમાં ઇનામો તરીકે પુસ્તકો આપો. |
 | બળેવ નિમિત્તે બહેનને પણ અન્ય ભેટ સાથે એક સારૂં પુસ્તક ભેટમાં આપો. |
 | દર વર્ષે એકાદ સારૂં મેગેઝીન કોઇને ભેટ આપો. |
 | વેલેઇન્ટાઇન દિવસ પણ પુસ્તકની ભેટ આપી ઉજવો. |
 | જો આપ સમય ફાળવી શકો એમ હોય તો હોસ્પિટલોમાં દર્દીઓ સમક્ષ / કે જેલમાં કેદીઓ માટે સારા પુસ્તકોનું વાંચન કરો. |
 | અઠવાડિયાનો એક દિવસ વાચનવાર તરીકે ઉજવો. |
 | વાંચે ગુજરાતના તમામ કાર્યક્રમોમાં મહેમાનોના સ્વાગત માટે પુસ્તકો અથવા વૃક્ષના રોપા જ આપવા. |