 |
 | તરતા પુસ્તક પ્રોગ્રામ |  | | | | કાર્ય પધ્ધતિ | | પ્રોજેકટની સંકલ્પના હેઠળ દરેક પુસ્તકદાતા પોતે એક પુસ્તક ખરીદશે, વાંચશે અને એને ૧૨ માસ સુધી અન્ય વાચકો / પુસ્તક મિત્રો માટે તરતુ મુકશે. |  | પુસ્તકદાતા પાસે કોઇ પુસ્તક હાલમાં હોય તો એ નવા પુસ્તકો ખરીદવાને બદલે એવાં પુસ્તકો પણ વાંચ્યા બાદ તરતા મૂકી શકશે. |  | પુસ્તકદાતા આ યોજનામાં જોડાય એટલે વધારેમાં વધારે એક માસમાં પોતે વાંચીને એ પુસ્તક એવા પુસ્તક મિત્રને આપવાનું રહેશે, જે પણ આ પુસ્તક વાંચે. |  | જે પુસ્તક મિત્રને આવું તરતું મુકાયેલ પુસ્તક મળે એણે વધારેમાં વધારે એક માસમાં એ પુસ્તક વાંચવાનું રહેશે. એક માસ બાદ એણે પણ એવા પુસ્તક મિત્રને આપવાનું રહેશે જે એ પુસ્તક વાંચે. આ રીતે આ એક પુસ્તકની યાત્ર ૧૨ માસ સુધી ચાલતી રહેશે. |  | એક તરતું મુકાયેલ પુસ્તક ૧૨ વાચકો દ્વારા વંચાય જાય એટલે છેલ્લા પુસ્તક મિત્ર, એ પુસ્તક મૂળ પુસ્તકદાતાની ભેટ તરીકે કોઇપણ જાહેર લાયબ્રેરીને ભેટ આપશે. |  | દરેક પુસ્તકદાતા ૧૨ પુસ્તક મિત્રોની ખોજ કરી એમને વાચવા માટે આપશે. |  | દરેક પુસ્તકદાતા પોતે પોતાના દ્વારા પુસ્તક તરતું મુકાય એટલે એની માહિતિ વાંચે ગુજરાત અભિયાનને આપશે, અથવા એની વેબસાઇટ પર જાણ કરશે. |  | આ માટે કોઇપણ ભાષાનું કોઇપણ વિષયનું, કદનું ગમે તેટલા પાનાનું, કિંમતનું પુસ્તક પસંદ કરી શકાશે. |  | આ યોજના માટે અગત્યની વાત એ છે કે પુસ્તકદાતા માત્ર પુસ્તકનું દાન આપે એ પૂરતું નથી. પોતે આર્થિક રીતે ગમે તેટલા પુસ્તકો તરતા મૂકી શકવા માટે સક્ષમ હોય, પરંતુ એ પૂરતું નથી, પુસ્તકદાતા ત્યારે જ કોઇ પુસ્તક તરતુ મૂકી શકશે, જ્યારે એણે પોતે એ વાંચ્યુ હોય. પુસ્તકવાંચન એ, આ માટેની પૂર્વ શરત છે. |  | પુસ્તક મિત્રો વિશ્વમાં ગમે ત્યાં રહેતા હોઇ શકે, ગુજરાતમાં જ રહેતા હોય એ જરૂરી નથી. પરંતુ અંતમાં પુસ્તક ગુજરાતમાં આવે એ ઇચ્છનીય છે. જેથી એની માહિતિ સંકિલત કરી શકાય. |  | પુસ્તક મિત્રની પસંદગી કરતી વખતે ખાસ કાળજી રાખવી. જેમને આપ દ્વારા તરતું પુસ્તક વાંચવામાં રસ પડે એવા જ પુસ્તક મિત્રને પુસ્તક આપવું, નહીં તો પુસ્તક ડૂબી જવાનો ડર રહેશે. |  | આ યોજનામાં વિવિધ વિષયના, વૈવિધ્ય ધરાવતા નવા નવા પુસ્તકો અને પ્રાચીન પુસ્તકો પણ વંચાય એ અમને ગમશે. |  | આ પ્રોજેકટ ૩૦મી એપ્રિલ ૨૦૧૧ સુધી ચાલશે. |  | આ સમગ્ર પ્રોજેકટ સારી રીતે પાર પાડી શકાય તેમજ વખતોવખત તેની સમીક્ષા કરી શકાય, અને નવા પુસ્તકદાતા અને પુસ્તક મિત્રો ઉભા કરી શકાય એ હેતુથી તમામ પુસ્તકદાતા અને પુસ્તક મિત્ર માટેની સભા આપના શહેરમાં / ગામમાં કોઇક સ્થળે નિયમિત મળે એવી વ્યવસ્થા કરો. |  | એક વ્યક્તિ એક કરતા વધારે પુસ્તકો તરતા મૂકી શકશે પરંતુ એમણે એ તમામ પુસ્તકો વાંચેલા હોવા જોઇએ. પુસ્તકો વાંચ્યા બાદ તરતા મૂકી શકાશે. |  | આ પ્રોજેકટની સફળતા માટે આપ સૌ જુદા જુદા ક્ષેત્રમાં પડેલ સરકારી વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ શિક્ષકો, ડોક્ટરો, વકીલો, એન્જીનીયરો. આર્કિટેક્ટસ, બિલ્ડર્સ, ગૃહિણીઓ, ખેડૂતો, શ્રમિકો અને અન્ય સંસ્થામાં નોકરી કરતા કર્મચારીઓ સૌ વાંચો, વંચાવો અને જેને જેને આપ પુસ્તક આપો, અથવા જેના સુધી આપનું પુસ્તક તરતું તરતું જાય એ સો વાંચે અને પુસ્તકને તરતું રાખે એ માટે સતત સતર્ક રહી એની ખાતરી કરો. પત્ર દ્વારા, ફોન દ્વારા રૂબરૂ સંપર્ક દ્વારા સતત એની પાછળ મંડી રહો અને ૧૨ વાચકોની યાત્રા પૂરી કરી પુસ્તક લાયબ્રેરીમાં આવે એ માટે સતત પ્રયત્નશીલ રહો. |  | આપ વાંચો અને મિત્રોને પણ વંચાવો ૧૨ માસ બાદ ભલે પ્રોજેકટ એક કાર્યક્રમ તરીકે પૂરો થાય, પરંતુ અનેક પુસ્તકદાતાઓ દ્વારા અનેક પુસ્તક મિત્રો ઉભા કરી, અનેક પુસ્તકોની આ ગ્રંથયાત્રા નિરંતર ચાલતી રહે એ જ ઉદ્દેશ છે. જેને પરિપૂર્ણ કરી આપણે ગુજરાતને ભારતનું વાચન પાટનગર બનાવીએ એજ અભ્યર્થના. | | | | | તા. ૧૫મી મે થી ૧૦મી જુન સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં પુસ્તકો તરતાં મૂકવામાં આવશે. દરરોજ સમાજના વિભિન્ન વર્ગોમાંથી કોઇ એક વર્ગ સમગ્ર રાજ્યમાં પુસ્તકો તરતાં મૂકે એવી સંકલ્પના છે. દરેક સમુદાય પોતાને માટે નિર્ધારિત કરેલા દિવસે સમગ્ર રાજ્યમાં પોતપોતાના ક્ષેત્રમાં આ કાર્યક્રમ શરુ કરે એવી અપેક્ષા છે. | | આ માટે ક્યાં તો ઓ આપના ૧૨ એવા મિત્રોનું વૃંદ બનાવો જે દરેક એક પુસ્તક તરતું મૂકે અને વૃંદમાં વારાફરતી એ ૧૨ પુસ્તકો વંચાય. અથવા આપ કોઇ પણ પુસ્તક તરતું મૂકો અને આપના મિત્રને આપો, એ એમના મિત્રને, અને સાંકળ એ રીતે ૧૨ માસ સુધી ચાલવા દો. | | શાળાના વિદ્યાર્થીઓ માટેની સૂચનાઓ |  | દરેક શાળાના માર્ગદર્શક શિક્ષક શાળા પૂરતું આ પ્રોજેકટનું સંચાલન કરશે. |  | આ યોજનામાં વિદ્યાર્થી પુસ્તક ખરીદે એ જરૂરી છે, માટે જે વિદ્યાર્થીને પુસ્તક ખરીદવું પરવડે એમ ન હોય, તેઓ એમાંથી મુક્ત રહેશે. |  | સાથે સાથે વિદ્યાર્થીએ વાત યાદ રાખવી કે એમણે આ પુસ્તક પોતાના આખા વર્ષના પેપ્સી, આઇસ્ક્રીમ, ચોકલેટ કે અન્ય મોજશોખના ખર્ચમાં કાપ મૂકી બચત કરી પુસ્તક ખરીદવાનું છે અને મા-બાપને પણ એ રીતે જ તૈયાર કરવાના છે. મા-બાપ પર વધારાનો આર્થિક બોજ લાદવાનો નથીં |  | પરીક્ષાના ચાર માસ (સપ્ટેમ્બર, જાન્યુઆરી, માર્ચ અને એપ્રિલ) દરમ્યાન આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ બંધ રાખી શકશે. આથી વિદ્યાર્થી માટે પુસ્તક વાંચવાનો વધારેમાં વધારે સમય એક માસ નહીં પરંતુ ૨૦ દિવસ જ રહેશે. |  | ૨૦ દિવસ બાદ વિદ્યાર્થીઓ પુસ્તકની અદલાબદલી કરી શકે, અન્ય મિત્રોને આપી શકે એ માટે શાળા મિલન સમારંભનું આયોજન કરશે. આવા પ્રસંગે નાના વિચાર મેળાનું આયોજન પણ કરી શકશે. |  | પુસ્તક પસંદગી માટે માર્ગદર્શક શિક્ષક વિદ્યાર્થીઓને સતત મદદ કરતાં રહે તે ઇચ્છનીય છે. |  | શાળાનો દરેક વિદ્યાર્થી આ યોજનમાં સામેલ થાય, એ જરૂરી છે. ભલે એ પુસ્તકદાતા ન બને પરંતુ શાળાનો દરેક વિદ્યાર્થી પુસ્તક મિત્ર તો બનવો જ જોઇએ. | | | તરતાં પુસ્તકો માટેનો કાર્યક્રમ | | તા. ૧૫/૦૫/૨૦૧૦: | ગુજરાત રાજ્યના માનનીય મુખ્ય મંત્રી અને મંત્રી મંડળના તમામ સભ્યશ્રીઓ | | તા. ૧૬/૦૫/૨૦૧૦: | ગુજરાત રાજ્યના મહાનગર પાલિકા, નગરપાલિકા, જીલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતના તમામ સભ્યો અને પત્રકારો | | તા. ૧૭/૦૫/૨૦૧૦: | સાહિત્યકારો, લેખકો, કટારલેખકો | | તા. ૧૮/૦૫/૨૦૧૦: | કલાકારો | | તા. ૧૯/૦૫/૨૦૧૦: | રાજ્યભરના માધ્યમિક શાળાના શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓ | | તા. ૨૦/૦૫/૨૦૧૦: | રાજ્યભરના પ્રાથિમક શાળાના શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓ | | તા. ૨૧/૦૫/૨૦૧૦: | રાજ્યભરના કોલેજના અધ્યાપકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓ | | તા. ૨૨/૦૫/૨૦૧૦: | રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ | | તા. ૨૩/૦૫/૨૦૧૦: | રાજ્ય સરકારના અને તમામ અર્ધ સરકારી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કર્મચારીઓ | | તા. ૨૪/૦૫/૨૦૧૦: | રાજ્યભરના વયસ્ક નાગિરકો (સીનીયર સીટીઝન્સ) | | તા. ૨૫/૦૫/૨૦૧૦: | ન્યાયાધિશો, વકીલો | | તા. ૨૬/૦૬/૨૦૧૦: | વ્યવસાયિકો જેવા કે ડોક્ટરો, ચાર્ટર્ડ એકાન્ટન્ટ, એન્જીનીયરો, આર્કીટેક્ટ | | તા. ૨૭/૦૫/૨૦૧૦: | રાજ્યભરની સ્વૈચ્છિક તેમજ સેવાભાવી સંસ્થાઓના હોદ્દેદારો અને સભ્યો | | તા. ૨૮/૦૫/૨૦૧૦: | રાજ્યની તમામ સહકારી મંડળીઓના હોદ્દેદારો, સભ્યો અને કર્મચારીઓ | | તા. ૨૯/૦૫/૨૦૧૦: | ઉદ્યોગપતિઓ, કારખાનાના માલિકો | | તા. ૩૦/૦૫/૨૦૧૦: | રાજ્યની તમામ બેંકો, વીમા કંપનીઓના કર્મચારીઓ | | તા. ૩૧/૦૫/૨૦૧૦: | ખાનગી વેપારી સંસ્થાના માલિકો, સ્વતંત્ર સાહસિકો | | તા. ૦૧/૦૬/૨૦૧૦: | ખાનગી વેપારી સંસ્થાના કર્મચારીઓ | | તા. ૦૨/૦૬/૨૦૧૦: | રાજ્યભરના ખેડૂતો | | તા. ૦૩/૦૬/૨૦૧૦: | રાજ્યભરની ગૃહીણીઓ | | તા. ૦૪/૦૬/૨૦૧૦: | કોલેજના વિદ્યાર્થીઓ | | તા. ૦૫/૦૬/૨૦૧૦: | કેન્દ્ર સરકારના કર્મચારીઓ | | તા. ૦૬/૦૬/૨૦૧૦: | માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ | | તા. ૦૭/૦૬/૨૦૧૦: | પ્રાથમિક શાળાના બાળકો | | તા. ૦૮/૦૬/૨૦૧૦: | રાજ્યભરના ઔદ્યોગિક કામદારો અને ઔદ્યોગિક સંસ્થાનની ઓફિસના કર્મચારીઓ | | તા. ૦૯/૦૬/૨૦૧૦: | કુશળ કારીગરો, શ્રમજીવીઓ, રીક્ષા ડ્રાઇવરો | | તા. ૧૦/૦૬/૨૦૧૦: | ઉપરની કોઇપણ કેટેગરીમાં ન આવતી હોય એવી તમામ વ્યક્તિઓ | | | | | "વાંચે ગુજરાત" અભિયાન અંતર્ગત માનનીય મુખ્યમંત્રીશ્રી અને મહામહિમ નામદાર રાજ્યપાલશ્રી દ્વારા તરતા મૂકવામાં આવેલ પુસ્તકોની વિગત જાણવા માટે અહીં ક્લિક કરો. | | | | |
|
|