લોગ ઇન એફએક્યુ સાઇટમૅપ કૉન્ટૅક્ટ હોમ
Language: Gujarati Change to English
Welcome Guest
Add Floating Book Friends
Add Floating Book
વાંચે ગુજરાત સમાચાર
મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
રાજ્યભરમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ની પ્રેરણાથી એક સાથે ૧૦૮ જેટલા સ્થળે મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
કાર્યક્રમ શુભારંભ તા. ૦૩/૦૭/૨૦૧૦ને શનીવાર સાંજે ૬:૦૦ કલાકે
• આયોજક : ગુજરાતી સાહિત્ય પરિષદ
• ઉદ્દઘાટક વક્તા : શ્રી ગુણવંત શાહ
• પુસ્તક : વાલ્મિકી રામાયણ
રાજ્યભરમાં તરતા પુસ્તકની મહાઝુંબેશ : તા. ૧૨મી જુલાઇ થી તા. ૩૦મી જુલાઇ.
નવસારી જિલ્લા સિમિત દ્વારા:
• ૧૦૦૦ વ્યિક્તઓ દ્વારા ૫૦૦૦ જેટલા પુસ્તકો તરતાં મૂકાશે. સાથે સમયદાનના કાર્યકર્તાઓ દ્વારા વાંચે ગુજરાતના કાર્યનો પણ પ્રારંભ થશે.
• આ કાર્યક્રમમાં માનનીય શિક્ષણમંત્રી શ્રી રમણભાઇ વોરા, માનનીય મંત્રીશ્રી મંગુભાઇ પટેલ અને સાહિત્ય પરિષદ ના પ્રમુખ શ્રી ભગવતીકુમાર શર્મા ઉપિસ્થત રહેશે.
• તા. ૦૯/૦૭/૨૦૧૦ શુક્રવાર - સમય સાંજે ૫:૩૦ કલાકે, ટાટા હોલ, નવસારી.
read more
પુસ્તક અધ્યયન-અનુશીલન પ્રોજેક્ટ
આ પ્રોજેક્ટ રાજ્યની તમામ યુનીવર્સીટીઓની તમામ કોલેજોમાં હાથ ધરવામાં આવશે.
કાર્ય પધ્ધિત
આ પ્રોજેક્ટ માટે વિદ્યાર્થીઓએ સદીને ઘડનારા તેમજ યુગ પ્રવર્તક એવા ૧૦૦ થી ૨૦૦ જેટલા વિચારપ્રેરક પુસ્તકોમાંથી કોઇ એક પુસ્તકનું અધ્યયન કરવાનું રહેશે.
આ માટે કોલેજના દરેક વર્ગમાં વિદ્યાથીંઓનું એક ગ્રુપ બનશે. ગ્રુપમાં ઓછામાં ઓછા ૧૫ અને વધુમાં વધુ ૨૫ વિદ્યાર્થીઓ રહેશે. દરેક ગ્રુપ પોતના નેતા અને બે ઉપ-નેતા બનાવશે અને દરેક ગ્રુપ પોતાના ગ્રુપને આગવું નામ આપશે.
ગ્રુપ પોતે એક પુસ્તક પસંદ કરશે અને ગ્રુપનો દરેક વિદ્યાર્થી એ પુસ્તકનું વાચન અને અધ્યયન કરશે.
શેરી વાર્તલાપો
દરેક વિદ્યાર્થીએ આ વિચારપ્રેરક પુસ્તક વાંચી લીધા બાદ દરેક ગ્રુપ ઓછામાં ઓછા ત્રણ શેરી વાર્તાલાપો આ પુસ્તક વિષે યોજશે, જેમાં ગ્રુપનાં દરેકમાં ઓછામાં ઓછા ત્રણ વિદ્યાર્થીઓ વાર્તાલાપ આપશે.
આવા વાર્તાલાપો કોલેજ સિવાય, વિદ્યાર્થીઓ અરસ-પરસની શેરીમાં, મહોલ્લામાં, સોસાયટીમાં, એપાર્ટમેન્ટના પાર્કીગમાં, અગાસીમાં અને કંઇ નહીં મળે તો કોઇ વૃક્ષની છાયામાં કરશે.
આવા વાર્તાલાપમાં ગ્રુપના તમામ વિદ્યાર્થી હાજર રહેશે. એ ઉપરાંત મિત્રો, વાલીઓ, આસપાસના વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહી શકશે.
આવા દરેક વાર્તાલાપમાં એક અતિથિ વિશેષ તરીકે કોઇપણ એક શિક્ષક હાજર રહેશે.
પુસ્તક વિષે અભિવ્યિક્ત (પ્રેઝન્ટેશન) :
સ્પર્ધાના ભાગ તરીકે
શેરી વાર્તાલાપ બાદ દરેક ગ્રુપ પોતાના પુસ્તક વિષે પ્રેઝન્ટેશન રજુ કરશે (આશરે ૨૦ થી ૩૦ મિનિટનું).
ગ્રુપે કરેલા શેરી વાર્તાલાપની સંખ્યા, વિદ્યાર્થીઓએ આપેલા વાર્તાલાપો અને પ્રેઝન્ટેશનના આધારે શ્રેષ્ઠ ગ્રુપને પુરસ્કાર આપવામાં આવશે.
પુસ્તક અધ્યયન-અનુશીલન પ્રોજેક્ટ હેઠળ સ્પર્ધા ત્રણ સ્તરે યોજાશે.
પ્રથમ રાઉન્ડ : કોલેજ સ્તરે
બીજો રાઉન્ડ : યુનીવર્સીટી સ્તરે
ત્રીજો રાઉન્ડ : આંતર યુનીવર્સીટી-રાજ્ય સ્તરે
વિચાર ગોષ્ઠિઓ
સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે દરેક કોલેજે ૩ થી ૫ જેટલા સફળ મહાનુભાવો સાથે ઓછામાં ઓછી એક ગોષ્ઠિનું આયોજન કરવું. જેમાં વિદ્યાર્થીઓ જીવનઘડતર અને કારકીર્દીની સફળતા માટે પ્રેરણા અને માર્ગદર્શન મેળવી શકશે.
ઈનામો
દરેક સ્તરે પુસ્તકો સ્વરૂપે ઇનામો અપાશે.

રાજ્યકક્ષાએ નિર્ધારિત લઘુત્તમ ગુણાંક પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. રાજ્યકક્ષાએ ક્રમાનુસાર પ્રથમ, દ્વિતીય એવા ઇનામો અપાશે નહી.