લોગ ઇન એફએક્યુ સાઇટમૅપ કૉન્ટૅક્ટ હોમ
Language: Gujarati Change to English
Welcome Guest
Add Floating Book
Add Floating Book Friends
વાંચે ગુજરાત સમાચાર
મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
રાજ્યભરમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ની પ્રેરણાથી એક સાથે ૧૦૮ જેટલા સ્થળે મને ગમતું પુસ્તક વાતાંલાપની શરૂઆત.
કાર્યક્રમ શુભારંભ તા. ૦૩/૦૭/૨૦૧૦ને શનીવાર સાંજે ૬:૦૦ કલાકે
• આયોજક : ગુજરાતી સાહિત્ય પરિષદ
• ઉદ્દઘાટક વક્તા : શ્રી ગુણવંત શાહ
• પુસ્તક : વાલ્મિકી રામાયણ
રાજ્યભરમાં તરતા પુસ્તકની મહાઝુંબેશ : તા. ૧૨મી જુલાઇ થી તા. ૩૦મી જુલાઇ.
નવસારી જિલ્લા સિમિત દ્વારા:
• ૧૦૦૦ વ્યિક્તઓ દ્વારા ૫૦૦૦ જેટલા પુસ્તકો તરતાં મૂકાશે. સાથે સમયદાનના કાર્યકર્તાઓ દ્વારા વાંચે ગુજરાતના કાર્યનો પણ પ્રારંભ થશે.
• આ કાર્યક્રમમાં માનનીય શિક્ષણમંત્રી શ્રી રમણભાઇ વોરા, માનનીય મંત્રીશ્રી મંગુભાઇ પટેલ અને સાહિત્ય પરિષદ ના પ્રમુખ શ્રી ભગવતીકુમાર શર્મા ઉપિસ્થત રહેશે.
• તા. ૦૯/૦૭/૨૦૧૦ શુક્રવાર - સમય સાંજે ૫:૩૦ કલાકે, ટાટા હોલ, નવસારી.
read more
સહયોગી સંસ્થાઓ
આ અભિયાન એક જન આંદોલન છે અને આ જન આંદોલન સફળતાપૂર્વક કરી શકાય એ માટે મોટાપાયા પર લોકભાગીદારી આવશ્યક છે.બાળકો અને વાલીઓને વાંચનની પ્રેરણા આપવા એમની સક્રિય સામેલગીરી અત્યંત આવશ્યક છે.
જીલ્લા અને તાલુકા કક્ષાએ લોકોને, બાળકોને પ્રેરણા આપી શકે એવી વ્યક્તિઓ તેમજ આ ક્ષેત્રમાં અથવા આ વિષે રસ ધરાવતી કાર્ય કરતી હોય તેવી સેવાભાવી સંથાઓ આ સમગ્ર આયોજનમાં જીલ્લા અને તાલુકા સ્તરે સહભાગીદાર તરીકે સામેલ થઇ શકશે. રાજ્ય સ્તરે સહયોગ કરવા તૈયાર સંસ્થાઓ રાજ્ય સ્તરે પણ સહયોગી તરીકે સામેલ થઇ શકશે.
આપને સહયોગી સંસ્થા તરીકે સામેલ થવા અમારૂં નિમંત્રણ છે. સહયોગી સંસ્થા તરીકે જોડાવા અહીં ક્લીક કરો અને આપનો સંમતિપત્ર અમને મોકલો.