 |
મારે શ્રેષ્ઠ વાચક સ્પર્ધામાં ભાગ લેવો છે. હું કોનો સંપર્ક કરું? |
|
આપ આપની શાળાના વર્ગશિક્ષક અથવા ગ્રંથસારથિ શિક્ષકનો સંપર્ક કરો. જો એમના તરફથી પ્રતિસાદ ન મળે તો આપના આચાર્યશ્રીનો સંપર્ક કરો. જો શાળાને કોઇ માહિતી ન હોય તો અભિયાન કાર્યાલયને જણાવો. |
 |
મારે શ્રેષ્ઠ વાચક સ્પર્ધામાં ભાગ લેવા ઓછામાં ઓછા કેટલાં પુસ્તકો વાંચવા પડે? |
|
આપે ઓછામાં ઓછા ત્રણ પુસ્તકો વાંચવા પડે. |
 |
મારે પુસ્તક તરતું મૂકવું છે. શું પુસ્તક ખરીદવું ફરજીયાત છે? |
|
ના, આપ આપની પાસે કોઇ જૂનું પુસ્તક હોય એ પણ તરતું મૂકી શકો. ખરીદવું ફરજીયાત નથી. પરંતુ પુસ્તક વાંચેલું હોવું જોઇએ, એ ફરજીયાત છે. |
 |
મને ગમતું પુસ્તક વાર્તાલાપમાં ભાષણ કંઠસ્થ કરવું ફરજીયાત છે. |
|
ના, આપ આપની પાસે પ્રવચનના મુદ્દા રાખી શકો અને ભૂલી જવાય તો જોઇ શકો. હેતુ વકતૃત્વ કળા નથી, પરંતુ પુસ્તકમાં સમાયેલા વિચારોની અભિવ્યક્તિ છે. |
 |
મારે મારી શાળાની ગ્રંથયાત્રાનું નેતૃત્વ કરવું છે. મારે શું કરવું પડે? |
|
તમારી શાળામાં તમારે સૌથી વધારે પુસ્તકો વાંચવા પડે. |